Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં મહિલાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જવા બાબતે માર મારી જાનથી...

મોરબીમાં મહિલાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી : ચાર શખ્સો સામે નોંધાઈ ફરીયાદ

ચાર શખ્સો સામે માર મારી ધમકી આપ્યાની મહિલાએ નોંધાવી ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જમુબેન બાબુભાઈ સાવડીયા (ઉ.વ.૪૦, ધંધો. ઘરકામ, રહે. મોરબી, મચ્છુનગર મેઈન, કેનાલ શનાળા બાયપાસ રોડ,) એ આરોપીઓ કિશનભાઈ મોમભાઈ, વિજયભાઈ મોમભાઈ, રાહુલભાઈ મોમભાઈ (ત્રણેય રહે.મોરબી, મચ્છુનગર મેઈન કેનલ, શનળા બાયપાસ) તેમજ તેના મામા (રહે.પંચાસર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં ફરીયાદીના દીકરા રાજુએ એક આરોપીની માતાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જતા તે ફોટો આરોપીએ જોતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તગારાથી માથાના તથા શરીરના ભાગે જેમ ફાવે તેમ માર મારી તેમજ ગાળો આપી તથા ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા અન્ય આરોપીએ પણ શરીરે ઢીંકા પાટુનો માર માર્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!