રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા માટે ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા મોરબી માળીયા હાઇવે પરથી એક શખ્સને દેશી બનાવટની મેગ્જીન વાળી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમને ગઈકાલે ખાનગી રહે બાતમી મળી હતી કે, મોરબી માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર લઈ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભાવેશભાઇ ઉર્ફે બાધો રમેશભાઇ આતરેસીયા (રહે.મોરબી સો-ઓરડી શેરી નંબર-૭ સાગર પાનની બાજુમાં) નામના શખ્સને પકડી પાડી આરોપીના પેન્ટના નેફામાં રહેલ ગેરકાયદેસર દેશી બનાવટની મેગ્જીન વાળી રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની પીસ્તોલ તથા રૂ.૧૦૦/-ની કિંમતનું એક જીવતુ કાર્ટીસ મળી કુલ કી.રૂ. ૧૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.