રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા બાતમીનાં આધારે ટંકારા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારાના લુંટના ગુન્હાનો નાસતો ફરતો આરોપી સહદાર માનસીંગ મીનાવા (રહે. ગુરડીયાતા.કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ)) હાલે મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ તપાસમાં જતા આરોપી શાહદર માનસિંહ મીનાવા મોરબી રવિરાજ ચોકડી ખાતેથી મળી આવતા ઇસમને પકડી પાડી હસ્તગત કરી ઉપરોકત ગુનાના કામે આગળની ઘટીત કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.ભોચીયા, મોરબી પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, બળદેવભાઇ વનાણી તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, કૌશિકભાઇ મણવર, વિક્રમભાઇ રાઠોડ વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી છે.