રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા ઓરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં આગામી મકરસંક્રાંતીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્તીથી સુદ્રઢ બની રહે તે સારૂ ચોરી છુપીથી ચાલતી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કરમાંથી ઇંગ્લીશ દારૂનુ કટીંગ પકડી પાડ્યું હતું. અને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની ટીમ મોરબી જિલ્લામાં ચોરી છુપીથી ચાલતી પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ ડામવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબા, ખાણ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ગેસ ટેન્કરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી નાના વાહનોમાં ભરી હેરાફેરી કરી ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવામાં આવી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી રૂ. ૧૨,૦૦,૦૦૦/-ની કિંમતનું એક ગેસ ટેન્કર તથા રૂ. ૧૪,૦૦,૦૦૦/-ની કિંમતની બોલેરો પીકઅપ ગાડીમાં ભરેલ રૂ.૩૨,૮૬,૮૦૦/-ની કિંમતનો ૬૬૭ પેટી એટલે કે, ૮૦૦૪ બોટલ દારૂ મળી કુલ રૂ. ૫૮,૮૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.