હળવદ બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી ઘોડી પાસા ફેંકી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે 84નો મુદામાલ કબ્જે કરી તમામ સામે જુગરધારા હેઠળ કાર્યવાહી કરી છે.
મોરબી એલસીબી સ્ટાફ હળવદ પંથકમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો એ દરમિયાન જુગાર અંગેની બાતમી મળતા પોલીસે હળવદ બસ સ્ટેશન નજીક આવેલ દિલીપભાઇ જેઠાભાઇ પુરાણીના રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી.રેઇડ દરમિયાન જુગારના અખાડોમાંથી જુગાર રમતા ગોવિંદભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ -૬૦), વિજયભાઇ પ્રેમજીભાઇ મોરી (ઉ.વ -૩૦), વિજયભાઇ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ. ૩૮) હમીદભાઇ અહેમદભાઇ બેલીમ (ઉ.વ ૩૦), વિશાલ ઉર્ફે ભોડી પ્રવિણભાઇ બાબરીયા (ઉ.વ. ૨૩), ગીરીશભાઇ જગદિશભાઇ પરમાર (ઉ.વ. ૩૦), સોહીલભાઇ મહમદભાઇ નાગોરી (ઉ.વ. ૩૦), કાંતીભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ. ૪૦), દીલીપભાઇ મનસુભાઇ રાઠોડ (ઉ.વ. ૪૨), જશુભાઇ ગલાભાઇ રાઠોડ (ઉ.વ. ૨૫), દિલીપભાઇ જેઠાભાઇ પુરાણી રહે. તમામ હળવદવાળાઓને રંગે હાથ ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ .૮૪,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી અગિયાર ઈસમો વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરવેલ છે.
આ કામગીરી દરમિયાન એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ . ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા.