મોરબી : વાંકાનેર તાલુકાના ઓળગામની સીમમાં આવેલ ઓરડીમાંથી એલ.સી.બી.મોરબી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૨૪૦ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર તથા વેચાણની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાને જરૂરી સુચના કરતા તેમના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી એસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા કાર્યરત હતા દરમ્યાન એલસીબી સ્ટાફને સંયુકતમાં મળેલ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તકીરે ઓળખાતી સીમમાં ખરાબામાં આવેલ ઓળ ગામના ચેતન અવચરભાઇ કોળી ના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં રેઇડ કરતા ભારતિય બનાવટની મેક્ડોવેલ્સ નં-૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૨૪૦ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો જોકે આરોપી હાજર મળી n આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધી આરોપી ચેતન અવચરભાઇ વિંજુવાડીયાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.