Sunday, September 8, 2024
HomeGujaratજેતપર-પીપળી રોડનું તાત્કાલિક સમારકામ કરવા માટે સરપંચોએ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર...

જેતપર-પીપળી રોડનું તાત્કાલિક સમારકામ કરવા માટે સરપંચોએ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ

મોરબી શહેરને માળીયા હાઇવે સાથે જોડતા જેતપર-પીપળી રોડની અતિ બિસ્માર હાલતને પગલે અનેક અકસ્માતો ના બનાવો બન્યા છે જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તથા આ રોડ પર આવેલા સીરામીક ફેકટરી ના ઉદ્યોગપતિઓ અને કારખાનામાં કામ કરતા હજારો લોકોને આ રોડ પરથી રોજ બરોજ અવર જવર કરવી પડે છે જેને કારણે વાહનોમાં મસમોટા ખર્ચ અને શારિરીક અને આર્થિક તકલીફો સહિત અનેક તકલીફો વેઠવી પડે છે.

- Advertisement -
- Advertisement -

જેને લઈને આજે જેતપર-પીપળી રોડ ને લાગતા વળગતા ૧૪ જેટલા ગામોના સરપંચ,ઉપસરપંચ સભ્યો અને ગ્રામજનો તથા ઉધોગપતિઓ અને મોરબી શહેરમાં વેપાર ધંધાર્થે આવતા યુવાનો સહિતના લોકો દ્વારા અણીયારી ચોકડી થી મોરબી કલેકટર કચેરી સુધી રેલી યોજીને મોરબી જિલ્લા કલેકટર ને આ રોડનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી તથા આ રેલીને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યુ હતુ અને આ તકે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા તાત્કાલિક રોડના રીપેરીંગ શરૂ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરશે એવો વાયદો પણ આપવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!