Thursday, June 18, 2026
HomeGujaratહળવદના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું સન્માન

હળવદના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું સન્માન

વીજપોલના વળતર માટેની લડત સફળ થતાં ૧૮ ખેડૂતોને રૂ.૩૦ લાખથી ૫૨ લાખ સુધીનું વળતર મળ્યું.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતોને વીજપોલ માટે જમીનના યોગ્ય વળતરનો લાભ મળતા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં ખેડૂતોના હકો માટે આગામી સમયમાં પણ લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

હળવદ તાલુકાના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજપોલના મુદ્દે યોગ્ય વળતર મેળવવા માટે થયેલી રજૂઆતો અને સંઘર્ષના પરિણામે ગામના ૧૮ ખેડૂતોને રૂ.૩૦ લાખથી ૫૨ લાખ સુધીનું વળતર મળ્યું હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે ખેડૂત આગેવાનો પાલ આંબલીયા, જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, મહેશ રાજકોટિયા સહિત અન્ય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સંગઠિત રહેવા, પોતાના હકો માટે જાગૃત રહેવા અને ભવિષ્યમાં પણ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે એકજૂટ બની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!