Friday, January 17, 2025
HomeGujaratગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનમાં મોરબી જિલ્લા મઝદુર સંઘ અને ગુજરાત પોર્ટ એન્ડ...

ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનમાં મોરબી જિલ્લા મઝદુર સંઘ અને ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘના અગ્રણીઓ જોડાશે

ભારતમાં ટ્રેડ યુનિયન પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમાંકનું સ્થાન ધરાવતા બીનરાજકીય શ્રમિક સંગઠન તરીકે કાર્યરત ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના નેતૃત્વ હેઠળ આગામી તા.૦૯–૦૩ને બુધવારના બપોરના ૧–૦૦ કલાકથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે વિશાળ શકિત પ્રદર્શન અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા મઝદુર સંઘ અને ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ -મોરબીના હોદેદારો,અગ્રણીઓ હાજરી આપશે.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ , ગુજરાત એસ.ટી. , ગુજરાત પાણી પુરવઠા બોર્ડ , આંગણવાડી , આસાવર્કર , મધ્યાન ભોજન , ઔદ્યોગીક સુરક્ષા દળ , નગરપાલિકા , સહિતના કર્મચારીઓ આ સંગઠનલક્ષી કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમ્યાન કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સબંધિત કક્ષાએ રજઆત કરવા માટે કર્મચારીઓની વિશાળ એકતા અને સંગઠીતતાની તાકાતને પ્રદર્શીત કરવામાં આવશે. જેમાં જોડાવા
ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ -મોરબીના પ્રમુખ એસ.બી. જાડેજા અને મોરબી જિલ્લા મઝદુર સંઘના જિલ્લા મંત્રી વી. જે. સુમળ સહિતનાઓએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!