વાકાનેર વિડી વિસ્તારમાં થોડા દિવસથી વધી રહેલ આંટાફેરાને લઈ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા દિગ્વિજય નગર પેડક વિસ્તારમાં મૂકાયેલા પાંજરામાં આજે વહેલી સવારે દીપડો કેદ થયો હતો. દીપડો પાંજરામાં કેદ થયો હોવાની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાકાનેરમાં દીપડાનાં આતંકને લઈ લોકોમાં એક ભયનો માહોલ ફેલાયેલો હતો અને તેમાં પણ વાકાનેર વિડી વિસ્તારમાંથી દીપડાના આટફેરા જોતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકો ભયના ઓથાર હેઠળ હતા, તેમજ જુદા જુદા વિસ્તારોમાં ત્રણ દીપડા હોવાની ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ વનવિભાગે ત્રણ અલગ-અલગ જગ્યાએ દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા. ત્યારે વન વિભાગે દિગ્વિજય નગર પેડક વિસ્તારમાં ગઢીયા ડુંગર નજીક મુકેલ પાંજરામાં આજે વહેલી સવારે એક દીપડો પૂરાયો હતો. જેની જાણ થતા જ વેન વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું. ત્યારે દીપડાની ઉમર અંદાજિત ત્રણથી પાંચ વર્ષની હોવાની શકયતા વેન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં દીપડાને વાંકાનેર ફોરેસ્ટ રેસ્કયું સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ ઉપરી અધિકારી સાથે ચર્ચા બાદ દીપડાને યોગ્ય સ્થળે સુરક્ષિત છોડવામાં આવશે.