વાંકાનેરમાં આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયાની વાતો ભૂતકાળમાં પણ સામે આવી છે પરંતુ ફોરેસ્ટ વિભાગ દીપડા હોવાની આશંકાએ પાંજરું મૂકે છે ત્યારે હજુ સુધી દીપડો પકડાયો હોય એવું બન્યું નથી.
જેમાં આજે વધુ એક વખત દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ આ વખતે દીપડો વાંકાનેર શહેરી વિસ્તારમાં દેખાયો છે અને સ બાબતે વીડિયો પણ વાયરલ થયો છે જેમાં દીપડા જેવું પ્રાણી એક ખેતર ના ઉભા મોલમાં અંદર ઘૂસતો જોવા મળી રહ્યો છે પરંતુ એ વાયરલ વિડીઓમાં દેખાતું પ્રાણી દીપડો જ હોવાનું સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ વન વિભાગને જાણ થતાં જ તુરંત ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા દિગ્વિજય નગર વિસ્તારમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે વાંકાનેર પંથકમાં પેડક ગામ નજીક પણ બે દીપડાએ વાછરડાં નું મારણ કર્યા હોવાની માહિતી સામે આવી હતી ત્યારે દીપડો દેખાવાની વાત સમગ્ર વાંકાનેર શહેરમાં વાયુવેગે પ્રસરી જતા સમગ્ર શહેરમાં અને પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાંકાનેર પંથકમાં અગાઉ પણ અવાર નવાર દીપડો દેખાવાની વાતો એ વેગ પકડ્યો છે અને વીડિયો પણ વાયરલ થયા હતા ત્યારે મોરબી મિરર દ્વારા આજે વાયરલ થયેલ વિડીઓની પુષ્ટિ કરવામાં આવતી નથી.