રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે સરપંચ, સભ્યોના ફોર્મ ભરવા સહિતની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના મોભીઓ, આગેવાનો અને યુવાઓએ ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય લેતા તમામ લોકોએ સુર પૂરાવી ગ્રામ પંચાયતની સમરસ કરી છે.
ગ્રામ પંચાયતની ચુંટણી માટે સમસ્ત ગામના આગેવાનો અને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો યુવાનો ઉપસ્થિત રહીને આઝાદી પછી લગભગ સાઈઠ પાંસઠ વર્ષ પછી બધાના સહીયારા પ્રયાસો થકી ” સમરસ” ગ્રામ પંચાયત કરવામાં આવી હતી. આ અવસરે સૌએ મીઠા મોઢા કરીનમાં વાંકાનેર ખાતે “વિજય મુહૂર્ત”માં ફોર્મ ભરવા ગયેલ સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ઉપસરપંચ ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ સભ્યો તરીકે બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા (મહીલા અનામત), રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર, યાસીનબેન હબીબભાઈ સંધીની જાહેરાત કરાઈ છે.
આ તકે ઉપસ્થિત વડીલો રણછોડજીદાદા, પૂર્વ સરપંચ વિજયસિંહ બાલુભા, પૂવૅ સરપંચ દશરથસિહ રામભા, ભરતસિંહ લધુભા, જામભાદાદા, હરપાલસિહ ભરતસિહ, તાલુકા પંચાયત સદસ્ય મહીપાલસિહ નીરૂભા, પ્રવિણસિહ સજજનસિહ, પૂર્વ સરપંચ વિજયસિહ દીલુભા, રઘુવીરસિહ પૃથ્વીસિંહજી, વનરાજસિહ અનોપસિહજી, ભરવાડ બાલાભાઈ, કિશોર ઘુસાભાઈ કોળી, કાસમભાઈ સંધી, ગોપાલ છગનભાઈ ભરવાડ તેમજ “સમરસ” કરાવવામાં જેમની મુખ્ય ભૂમિકા રહી એવા ભુપેન્દ્રસિંહજી મહાવીરસિહજી, નિવૃત્ત પોલીસ અધિકારી દશરથસિહજી જીલુભા, જયેન્દ્રસિહ સજજનસિહ પૂર્વ ગૃહપતિ હરભમ રાજ રાજપૂત છાત્રાલય રાજકોટ, માજી સરપંચ દશરથસિહ સજજનસિહ, અજીતસિહજી સા.નિવૃત આચાર્ય, કોટડા નાયાણી રાજપૂત સેવા સમાજના પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત કસ્ટમ અધિકારી દિલીપસિહ ઘનશ્યાસિહ સૌની ખૂબ હકારત્મક વિચાર ધારાથી મહેનત કરી હતી. સરપંચ સહિતના આગેવાનો ગામની એકતા જળવાય અને વિકાસના કામો કરતા તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ કોટડા નાયાણીનું” એકતા” રૂપે ગૌરવ વધે એવી કોટડા નાયાણી ભૂમિ ગૃપ ગોંડલના શકિતસિહે શુભેચ્છા પાઠવી હતી.