મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસતંત્ર ખુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં કબ્જે કર્યો છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ એક શંકાસ્પદ શખ્સને મોરબીની કન્યા છાત્રાલય રૉડ, ભવાની સોડા વાળી શેરીમાં રોકી તેની પૂછપરછ કરતા શંકા જણાતા તેની તપાસ કરતા આરોપી ભરતભાઈ અવચરભાઈ ડાભી (રહે મોરબી વાવડી રૉડ ગણેશનગર મુળ રહે ગાંધીનગર તા.જી.મોરબી) પાસેથી વિદેશી દારૂની મેજીક મુવમેન્ટ ગ્રેન વોડકાની રૂ.૫૦૦/-ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી, શકતશનાળા, સાંઇબાબા ચોક ખાતે રહેતા મહિપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલાનાં મકાનમાં ગેર કાયદેસર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વિદેશી દારૂની અલગ-અલગ કં૫નીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલ પેક ૨૭ બોટલોનો રૂ.૧૨,૩૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ મુદામાલ કબ્જે કર્યો છે. અને હિપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા નામના બુટલેગરની અટકાયત કરી છે. જયારે તેનો સાથીદાર રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેની તપાસ શરુ કરી છે.