મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ પી.આઇ. એચ.એ.જાડેજાની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસે વિદેશી દારૂ તથા કાર,રીક્ષા મળી કુલ કિ રૂ, રૂ.૪,૫૦,૪૦૦/- નો જથ્થો પકડી પાડી એક શખ્સને પકડી પાડ્યો છે. જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હાલ હોળી ધુળેટી તહેવાર અનુસંધાને મિલ્કત સંબંધી બનાવો અટકાવવા સારૂ વહેલી સવારથી જ પી.આઇ. એચ.એ.જાડેજા તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીગમા હોય દરમ્યાન મોરબી લાતીપ્લોટ મેઇન રોડ પંચાસર રોડ નાકે ગલીમાથી વરીશઅલી સલમાનઅલી બુખારી (રહે.મોરબી વિશીપરા કુલીનગર-૧) તથા અન્ય એક શખ્સ સી.એન.જી રીક્ષા તથા સ્વીફટ ડીઝાયર કારમાથી ઇગ્લીશ દારૂની હેરફેર કરતા હોય જે અંગેની હકીકતના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે સ્વીફટકાર ચાલક પોલીસને જોઇ નાસી જતા તેમજ રીક્ષા ચાલક પકડાય જતા સી.એન.જી રીક્ષા તથા સ્વીફટ ડીઝાયર કારમાથી ભારતીય બનાવટના વિદેશીદારૂની ૩૯૬ બોટલ તથા ૪૮ બિયરટીન મળી કુલ રૂ.૧,૫૫,૪૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા કાર તેમજ સી.એન.જી રીક્ષા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪,૫૦,૪૦૦/- ના મુદામાલ સાથે વરીશઅલી સલમાનઅલી બુખારી (રહે.મોરબી વિશીપરા કુલીનગર-૧) મળી આવ્યો હતો. જયારે સ્વીફટ ડીઝાયર કારનો ચાલક નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.