વડાપ્રધાન મોદીએ જાહેર કરેલી કોરોનાની સૂચનાઓની ખુદ ભાજપ આગેવાનો દ્વારા જ અવગણના કરાઈ : શુ સતાધારી પક્ષ ને ચૂંટણી પંચના નિયમો લાગુ પડતા નથી ? મોટો પ્રશ્ન .
મોરબી માળીયા વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષોના આગેવાનો દ્વારા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે ભાજપ ને જાણે કોરોના ગાઈડલાઈન જરા પણ લાગુ પડતી ન હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં મોરબી.આ ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન સોશ્યલ ડિસ્ટનસનું ભાન ભૂલી જતા નજરે પડી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર શહેરના માં પ્રચાર દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા છે અને ચૂંટણી પંચે ચુંટણી માટે રાખેલી કોવિડ ૧૯ ના નીયમો પાળવાની શરતોનો છડેચોક ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ ભાજપના સાંસદ મોહન કુંડારીયા ની માળીયાના કુંભારીયા અને રોહિશાળા ગામે મિટિંગ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયું હતું આવા સમયે સરકાર અવારનવાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા કહે છે પરંતુ ખુદ ભાજપના નેતાઓ અને હોદ્દેદારો જ તેનું પાલન કરતા નથી તો શુ સત્તા પક્ષને નિયમો નથી નડતા.? એ મોટો પ્રશ્ન છે બે દિવસ પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સંબોધન દરમિયાન કોવિડ ૧૯ ના નિયમોનું પાલન કડક પણે કરવા સૂચનાઓ આપી છે ત્યારે મોરબીમાં ખુદ ભાજપનાં જ આગેવાનો દ્વારા વડાપ્રધાન મોદીની સુચનાની અવગણના કરવામાં આવી હોય તેવા દ્રશ્યો પ્રચાર દરમ્યાન સર્જાયાં હતા તો શું સતાધારી પક્ષ માટે નિયમો જુદા છે એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.