Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા લીસ્ટેડ આરોપી ઝડપાયો, રાજકોટના એક શખ્સનું...

મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા લીસ્ટેડ આરોપી ઝડપાયો, રાજકોટના એક શખ્સનું નામ ખુલ્યું

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ ઉપર થીમ હાઇટ્સના ફેલટni બહાર પાર્કિંગમાંથી ક્રેક ઓનલાઈન એપ્લિકેશનમાં આઈપીએલની ૨૦-૨૦ સિરીઝની રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જ બેંગલુરુ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા આરોપી વિનયભાઈ મગનલાલ મહેતા ઉ.૫૫ નામના શખ્સને રંગેહાથ ઝડપી લઈ તેની પાસેથી રોકડા રૂપિયા ૨,૫૦૦/- તેમજ મોબાઈલ ફોન કિ.રૂ.૮,૦૦૦/- કબ્જે કર્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના ડી.કે.નામના શખ્સ સાથે રનફેરનો જુગાર રમતો હોવાની કબૂલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે જુગારધારા મુજબ ગુન્હો નોંધી વિનયભાઈની ધરપકડ કરી રાજકોટના ડી.કે. નામના આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપી વિનયભાઈ મહેતા ક્રિકેટ સટ્ટામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!