Sunday, September 8, 2024
HomeGujaratરફાળેશ્ર્વર જીઆઇડીસીના મીનરલ્સ કારખાનાની ઓફીસમાં જુગાર ક્લબ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

રફાળેશ્ર્વર જીઆઇડીસીના મીનરલ્સ કારખાનાની ઓફીસમાં જુગાર ક્લબ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મીનરલ્સ કારખાનામાં સાત ઇસમો રોકડા રૂ.૨,૪૭,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા. મકનસરના પ્રેમજીનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી એલસીબીએ રફાળેશ્ર્વર જી.આઇ.ડી.સી.માં આવેલ આર્યન મીનરલ્સ કારખાનાની ઓફીસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર રેઇડ કરી જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે મકનસરના પ્રેમજીનગરમાં જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબીને ખાનગી હકિકત મળેલ કે, પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ રહે. જેપુર ગામ તા.જી.મોરબી વાળો પોતાના રફાળેશ્વર ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ આર્યન મીનરલ્સ રો મટીરીયલના કારખાનાની ઓફીસના પ્રથમ માળે રૂમની અંદર બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરીને પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ, સંદિપભાઇ મગનભાઇ પટેલ, કલ્પેશભાઇ ધીરૂભાઇ પટેલ, કિશોરભાઇ પ્રેમજીભાઇ પટેલ, રાજેશભાઇ ડાચાલાલ પટેલ, હેમતભાઇ ધનજીભાઇ પટેલ, પ્રવિણભાઇ નટુભાઇ દલવાડીને ગંજી પતાના પાના તથા પૈસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૨,૪૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મકનસર નજીક આવેલ પ્રેમજીનગર ગામે જુગાર રમતા ઉમેશભાઈ બટુકભાઈ કુંઢીયા, જયંતીભાઈ લખમણભાઈ કુંઢીયા, બચુભાઈ બાબુભાઈ કુંઢીયા, વિજયભાઈ ધરમશીભાઈ કુંઢીયા રોકડા રૂ.૧૨૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!