મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયનું મોરબી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.કાર્યાલય ઉદ્ઘાટન સમયે ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, સાંસદ સભ્ય, ધારાસભ્ય, શહેર ભાજપ અને જિલ્લા પ્રમુખ તેમજ મોરબીમાં ઉધોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યાલય ઉદઘાટન સમયે કરણી સેના દ્વારા વિરોધ નોંધાવતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.
સાંસદ મોહન કુંડારિયાએ વિનોદ ચાવડાની કામગીરીને વાગોળી
રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ કચ્છના સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડાની જૂની કામગરીને વાગોળી કહ્યું હતું કે વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના સદસ્ય હતા ત્યારે લાલન ચોકથી લાલ કિલ્લાનો એક ખૂબ પ્રચલિત નારો આપ્યો હતો. તેમ કહી આડકતરી રીતે મોહન કુંડારિયાએ કોંગ્રેસના ઉમેદવાર પર નિશાન સાધ્યું હતું કારણ કે લાલન હાલ કોંગ્રેસ માંથી કચ્છ લોકસભાના ઉમેદવાર છે.
કેસરીદેવસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી વખાણી
મોરબી કાર્યલય ઉદધાટન પ્રસંગે કેસરીદેવસિંહે કહ્યું હતું કે આ શાસન ચલાવવાની ચુંટણી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરેલા કાર્યોને સૌરાષ્ટ્રના ભુલી શકે તેમ નથી. વડાપ્રધાને છેવડાના સમાજ સુધી અનેક કામો કરવામાં આવ્યા છે. આરોગ્ય ક્ષેત્રથી લઇ દેશના સીમાને આતંકી મુક્ત કરવા અને 370 સહિતની કલમો દૂર કરવાનું કામ, ભગવાન રામને અયોધ્યામાં સ્થાન મળે તેને પણ આ સરકારે પૂરી કરી દીધી છે. ત્યારે દરેક વર્ગને સાથે લઇને ચાલીએ અને 100 ટકા મતદાન થાય અને વિનોદ ભાઈને આગળ મોકલીએ તેવી વીનંતી કરી હતી. ત્યારે આગામી 10 વર્ષની રણનીતિ સરકારે આપી છે. ત્યારે 26 બેઠકો જીતાડી વડાપ્રધાનને મોકલીએ તેવી અપીલ કરી હતી.
પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાએ મોરબીથી એક લાખ કરતાં વધુ લીડની ખાતરી આપી
પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાએ કહ્યું હતું કે ગુજરાતના સૌથી નાની ઉંમરના સાસંદ ઉમેદવાર વિનોદ ચાવડા છે. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. આ ચૂંટણી કોઈનો હિસાબ કરવા કે કોઈનો બદલો લેવા નહિ આ ચૂંટણી રાષ્ટ્રનો પર્વ છે. તમારે કચ્છ મોટામાં મોટો વિસ્તાર છે ગુજરાતનો 25 ટકા વિસ્તાર છે ત્યારે વિનોદભાઈને કહીશું કે તમે તમારું કચ્છ સંભાળજો અમે અમારું મોરબીમાથી 1 લાખ 25 હજારની લીડ કાઢી આપીશું.
ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છ કરતાં મોરબી વધુ લીડ અપાવશે તેવો દાવો કર્યો
મોરબી કાર્યલય ઉદધાટન પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે મોરબીના મતદારોનો દસ વર્ષ સહકાર મળ્યો ત્યારે હજુ ત્રીજી વાર પણ મોકો મળ્યો છે. તેમ કહી કચ્છ એટલે વાગડ કહેવાય તેની સાથે સાથે મારા મોરબીમાં અનેક સ્નેહીજનો અને દસ વર્ષના સંબધોમાં સ્મરણો પણ નામ જોગ કહી શકું તેમ પણ કહ્યું હતું. અત્યાર સુધી સાત વિધાન સભાના કચ્છની અંદર સૌથી અંદર લીડનો રેકોર્ડ મોરબી વિધાન સભાનો થયો છે. દરેક વિધાન સભામાં મોરબી વિધાન સભા સૌથી પહેલા નંબરે લેશે તે મને વિશ્વાસ છે. તેમજ 450 કિમી ધરાવતા આ વિસ્તારમાં 7 લાખ 40 હજારનો પ્રવાસ મે કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં 1700 જેટલી નાની મોટી યોજનાઓ આપી છે. 25 હજાર થી વધુ ઈ મેલ અને પત્ર વ્યવહાર કરી લોકો માટે રજુઆત કરેલ છે. ત્યાર બાદ વિનોદ ચાવડાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને હાલ ભાજપમાં રહેલા જયંતિભાઈ જયરાજભાઈ પટેલને પણ તમે કેટલા લીધા હતા એ પ્રશ્ન પૂછી વિનોદ ચાવડા એ રમૂજ કરી હતી. અને મોરબીમાં દિવ્યાંગ, વૃદ્ધ,મહિલાઓ તમામ મતદાન કરે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવા જણાવ્યું હતું.
કાર્યલય ઉદધાટન સમયે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કર્યો કટાક્ષ
કચ્છ મોરબીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના મોરબી કાર્યલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યલય ઉદધાટન પ્રસંગે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસે તમામને ડીટેન કર્યા હતા. જે વિરોધ નોંધાવતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે અમારા કાર્યક્રમમાં રોડા ન નાખે તેવી તમામ લોકોને નમ્ર વિનંતી છે. અને દૂધમાં સાંકળ ભળે તેમ તમામ લોકોને ભળી જવા આડકતરી રીતે કર્યો કટાક્ષ કાંતિ અમૃતિયાએ કર્યો હતો. તમામ સમાજ અમારી સાથે છે તેમ અન્ય સમાજના લોકો પણ વિરોધ ના કરી દેશ હિતની લડાઈમાં જોડાય તેમ પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાના મોરબી કાર્યલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કાર્યલય ઉદઘાટન સમયે ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, ટંકારાં પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી કાવડિયા,જિલ્લા ભાજપ પ્રમુખ,શહેર ભાજપ પ્રમુખ,જુદા જુદા સમાજના આગેવાનો તેમજ મોરબી ઉધોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.