Thursday, December 26, 2024
HomeGujaratપ્રેમ લગ્નનો ખાર રાખી 'તને હળવદમા આવવાની ના નથી પાડી' ? તેવુ...

પ્રેમ લગ્નનો ખાર રાખી ‘તને હળવદમા આવવાની ના નથી પાડી’ ? તેવુ કહી બે શખ્સોએ યુવાનને લામધાર્યો

હળવદ શહેરના સતવારા સમાજની વાડી નજીક પ્રેમ લગ્નનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને ‘તને હળવદમા આવવાની ના નથી પાડી’ ? તેવુ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અને માર મર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદના હનુમાન મંદીર નજીક રહેતા આસારામભાઇ સોંડાભાઇ ચાવડાએ હળવદના પંચમુખી ઢોરે રહેતા આરોપી પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલાની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આ બાબતનો ખાર રાખી પોતના ભાઇના ઘરે રાંદલનો પ્રસંગ હોવાથી આસારામભાઇ હળવદના સતવારા સમાજની વાડી પાસે ઉભા હતા. આ દરમિયાન આરોપી પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલા અને ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા બન્ને લાકડાના ધોકા લઈ આવી’તને હળવદમા આવવાની ના નથી પાડી? તેવુ કહી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બન્ને આરોપીઓએ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે આસારામભાઇ સોંડાભાઇ ચાવડાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC ક-૩૨૩,૩૨૫,૧૧૪,૫૦૪,૫૦૬(૨),તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!