મોરબી તાલુકાના ઝિકિયારી ગામ પાસે ધોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં રૂટ લેવલ મુજબ પાણી ભરાઈ જવા આવ્યું છે. તેમજ હજુ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતાં સિંચાઇ યોજનામાં આવતા નીચાણવાળા ગામડાઓના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચના અપાઈ છે.
મોરબી તાલુકાના ઝિકિયારી ગામ પાસે ધોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં રૂટ લેવલ મુજબ 90 ટકા ડેમમાં પાણી ભરાઈ ગયું છે. હજુ પાણીની આવક ચાલુ હોવાથી સિંચાઇ યોજનાના નીચાણવાળા વિસ્તારના લોકોને નદી ના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ મોરબી તાલુકાનાં ઝિકિયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર ( મચ્છુ ) રાપર તેમજ માળીયા મીયાણા તાલુકાનાં માણબા, સુલતાનપુર અને ચીખલી ગામોને એલર્ટ કર્યા છે. અને લોકોને બિન જરૂરી નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.