Sunday, January 12, 2025
HomeGujaratલ્યો બોલો!!!મોરબીમાં એક્ટિવા ચાલકે કાર સાથે અકસ્માત સર્જી કાર ચાલકને બચકા ભરી...

લ્યો બોલો!!!મોરબીમાં એક્ટિવા ચાલકે કાર સાથે અકસ્માત સર્જી કાર ચાલકને બચકા ભરી માર માર્યો

રાજ્ય હોય કે શહેર દરેક જગ્યાએ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરમાંથી ગઈકાલે એક અજીબોગરીબ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપીઓએ પાછળથી આવી કાર સાથે પોતાનું વાહન અથડાવી કાર ચાલક સાથે બબાલ કરી તેમને ઢીક્કા પાટુનો માર માર્યો હતો. પરંતુ હદ તો ત્યારે થઈ જયારે આરોપીએ કાર ચાલક યુવકને બચકું ભરી લીધું. ત્યારે સમગ્ર મામલે હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-૨,ઉમા ટાઉનશીપ, વિરાટ હાઈટસ-૧,ફલેટ નં.૫૦૩ ખાતે રહેતો રોનકભાઈ રજનીભાઈ અગોલા નામનો યુવક ગત તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ જી.જે.૩૬ એલ.૮૭૭૩ નંબરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી લઈ મોરબી મચ્છુ નદીના બેઠા પુલ ઉપર ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને પોતાની ગાડી પુલ ઉપર રોડની સાઇડે ઉભી રાખી ચાલુ કરતા હોય તે વખતે ચીરાગભાઈ તથા અમીતભાઈ નામના આરોપીઓએ તેમનુ એકટીવા પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ફરિયાદીની ફોર વ્હીલ કારને પાછળથી ભટકાડી દઇ ગાડીમાં આશરે રૂ ૨૦૦૦/- જેટલાનુ નુક્શાની કરી તેમજ ફરિયાદીને કેમ રોડ વચ્ચે ગાડી ઉભી રાખેલ તેમ કહિ ગાળો આપી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ તેને ઢીક્કા પાટુનો માર મારી તથા ફરિયાદી સાથે રહેલ લોકો વચ્ચે પડતા તેને પણ ઢીક્કા પાટુનો માર મારી તથા આરોપી ચીરાગે ફરિયાદીને ડાબા ખભાના ભાગે બચકુ ભરી લેતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!