રાજ્ય સરકારના રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી તથા જિલ્લા વહિવટી તંત્ર સંચાલિત કલા યજ્ઞ સમા કલા મહાકુંભ-2019ના મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો સ્પર્ધા કાર્યક્રમ ગત તારીખ 17-02-2023 ને શુક્રવારના રોજ નડીયાદ ખાતે યોજાયો હતો. જેમાં મોરબીની વિદ્યાર્થિનીએ નિબંધલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ 2022-23 અંતર્ગત ગત તારીખ 17-02-2023 ને શુક્રવારના રોજ નડીયાદ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 થી 20ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર અવનીબેન અજયભાઈ ડાંગરએ પ્રદેશ કક્ષાએ ભાગ લઈ પ્રથમ ક્રમાંકે જીત મેળવી છે. અને મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું ઝળહળતું ગૌરવ વધાર્યું છે. આ યશસ્વી સફળતા બદલ મોડેલ સ્કૂલ મોટીબરાર શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર દ્વારા વીજતા વિદ્યાર્થીને સહર્ષ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થયા બાદ હવે અવનીબેન મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.