મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ. ૧૮૫૮ માં થયો હતો . મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો. સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા. રામગંજ બજાર જેવા ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેમણે મોરબીમાં ઊભી કરાવી હતી. વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે નાખવાનું કામ શરૂ કર્યું . ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું. રાજ્યમાં પ્રજા કલ્યાણના અનેરા વિશિષ્ટ કાર્યો પણ કર્યા હતા.
૧૮૭૯ માં વાઘજી બાપુ મોરબીની ગાદી પર રાજવી તરીકે બિરાજમાન થયા ત્યારબાદ ૧૮૮૬ માં મોરબીમાં રેલવેની સુવિધા શરૂ કરી જે સ્ઇ તરીકે નામધારણ કરીને વઢવાણથી મોરબી એમ સૌરાષ્ટ્રના ઘણા બધા સ્ટેશન ફરીને પ્રવાસીઓને સુખ સગવડ આપ્યા હતા. ૯૪ માઈલની રેલવે શરૂ કરી,ઉપરાંત ટ્રામ્વે શરૂ કરી અને ૧૮૮૯ માં મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી.
૧૮૭૮ મા ગુજરાતની પ્રથમ નાટક મંડળી ‘આર્ય સુબોધ નાટક કંપની’’ કે જેમાં હળવદના પ્રખ્યાત નાટય કલાકાર દલપતરામ મહાશંકર દેરાશ્રી રાજાપાઠમાં ચમકીને પ્રખ્યાત થયા હતા. મચ્છુ નદીના કાંઠે સ્થાપિત પ૦૦ વર્ષ પુરાણું સ્વયંભૃ શિવલિંગ ધરાવતા શંકર આશ્રમના નિલકંઠ મહાદેવ મંદિરનો ઈતિહાસ પણ અતિ રસપ્રદ અને પૌરાણિક છે. આ શિવાલયના જીર્ણોધ્ધાર માટે મોરબીના રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો કર્યો હતો. વૂડહાઉસ નામનો લોખંડનો ટાવર (ગ્રીન ટાવર)બાંધ્યો, કાઠિયાવાડમાં પોતે પ્રથમ વિમાન અને ફોર્ડ મોટર લાવ્યા પોતાની પ્રજાને લાઈટ અને ટેલિફોનની સુવિધા આપી, ઇ.સ. ૧૯૦૬ માં ઘોડા પર સવાર પોતાનું બાવલું મુકાવ્યું દુષ્કાળ વખતે રાહત કાર્ય શરૂ કરી પાંચ હજાર માણસોને ઉગારી લીધા હતા. મચ્છુ નદીના પૂલ પર એક છેડે આખલાનું પુતળુ તથા બીજા છેડે હણહણતા અશ્વનું સ્ટેચ્યુ મૂકાવ્યું. ચાર લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલા આ પૂલને લોકો ‘‘પાડાપૂલ’’ તરીકે ઓળખે છે.
મણી મંદિર સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે જે ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલ છે, જે Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોરે બનાવેલ છે. ૧૩૦ રૂમ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. ત્યારના સમય માં ૩૦ લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચો તેના બાંધકામમાં થયો હતો. શહેરના મણી મંદિરની સામે રેલવેના પાટા ઓળંગીને આવેલા શંકર આશ્રમમાં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જે હાલ શંકરબાગ મંદિર તરીકે લોકોમાં જાણીતું છે.
પ૦૦ વર્ષ પુરાણો ઈતિહાસ ધરાવે છે. જેમાં આ જગ્યા પર અગાઉ સાધુઓનો અખાડો હતો અને સતત ધુણીઓ પ્રજ્વલિત રહેતી. ૩૦૦ વર્ષ અગાઉ આ જગ્યામાં ભવદાદાએ જીવતા સમાધિ લીધી ત્યારે આ મંદિર નાના સ્વરુપમાં હતું. ત્યારબાદ અહીં ભાવિકોનો ઘસારો વધતો જતા ૧૯૧૦ ની સાલમાં મહારાજા વાઘજી ઠાકોરે મંદિરના જીર્ણોધ્ધારમાં સામાન્ય માં સામાન્ય નાગરિકનો ફાળો રહે તેવા આશયથી એક ઈનામી યોજના રુપે એક રુપિયાના દરવાળી ટિકિટો બહાર પાડી અને ઈનામી ડ્રો માં રુ. પ૧,૦૦૦ નું ઈનામ રાખવામાં આવ્યું હતું.
રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો થી જે રકમ સ્ટેટ તરફથી ઉમેરવાની જાહેરાત કરી હતી. આ ઈનામી ડ્રો બહાર પાડતા જ તેની સવા લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી. જેમાં જાહેરમાં યોજાયેલા ઈનામી ડ્રો માં મોરબીના એક જૈન સજ્જનને રુ. પ૧,૦૦૦ નું ઈનામ લાગ્યું હતું. ઈનામ જીતનારે પણ ઈનામની અડધી રકમ મંદિરના જીર્ણોધ્ધાર માટે અર્પણ કરી દીધી હતી. કોઈ મંદિરના જીર્ણોધ્ધાર માટે ઈનામી ડ્રો થયો હોય તેવો કદાચ આ પ્રથમ બનાવ હોવાનું મનાય છે.
વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી દફતરી અને જયપૂરના શિલ્પી રામનારાયણની નિગરાની હેઠળ આશરે પોણા બે એકરમાં મણિમંદિર બાંધવાની શરૂઆત કરી દીધી ને ત્રણ શિખર વાળું મંદિર બાંધ્યું ને મુખ્ય મંદિરનું શિખર ૧૧૨ ફૂટ ઊંચું, મંદિરનો મેઘનાદ મંડપ બે મજલાવાળોને મંદિરની ચારેબાજુ બે મજલાવાળી ભવ્ય ઇમારતો બાંધી જેની પાછળ રૂપિયા ૩૦ લાખ ખર્ચી નાખ્યા મણી પાછળ વાઘજી ઠાકોરે ૧૬ હજારને ખર્ચે સ્મશાન અને મચ્છુનદી પર ઘાટ બંધાવ્યો હતો. ૩૦ લાખ ઉપર બીજા ૨ લાખ રૂપિયા વાપરીને લખધીરજીએ આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું અને મહારાજા લખધીરજીએ આ મંદિરને મણિમંદિર નામ આપવાને બદલે વાઘમહેલ નામ આપ્યું હતું.
૧૮૭૦ માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના વિવિધ દેશોની મુલાકાત લીધી હતી અને તેમાંથી પ્રેરણા લઈને મોરબીનું નગર આયોજન કર્યું હતું. તે સમયમાં આધુનિક બજારનું બાંધકામ શરૂ કરાવ્યા પછી મોરબી સ્ટેટના રાજાએ એવો નિયમ બનાવ્યો હતો કે કોઈએ મકાન બનાવવું હોય તો નક્કી કરેલા નકશા પ્રમાણે જ બનાવવું. જેથી આડેધડ બાંધકામોથી શહેરનો દેખાવ બગડે નહીં. એ પછીથી મોરબીને સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ મળી અને સ્વચ્છતા માટેય મોરબી વખણાતું હતું.
૧૮૭૭ માં વિકટોરિયા રાણીના શાસનના ૪૦ વર્ષ પૂરાં થયાં એ વખતે વાઘજી મહારાજને કેસર-એ-હિન્દનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેની યાદમાં મહારાજે મોરબીના પુલને પણ ‘કેસર-એ-હિન્દ’ પુલ નામ આપ્યું. આજે એ પુલ પાડાપુલ તરીકે ઓળખાય છે. જોકે પુલ અને પાડાને કશી લેવાદેવા નથી. પુલની શોભા વધારવા માટે મહારાજા એ સ્પેનિશ આખલા (બૂલ) ઓની બે કાંસાની પ્રતિમા આયાત કરીને અહીં મુકાવી હતી. સ્પેનની જગવિખ્યાત આખલાની લડાઈ જોઈને વાઘજી ઠાકોરને એ વિચાર આવ્યો હતો. પુલના છેડે હકીકતે એ બંને સ્પેનિશ આખલાની પ્રતિમા છે ત્યારથી પુલનું નામ પાડાપુલ પડી ગયું છે. એ રીતે પુલના બીજા છેડે રાજાએ પ્રિય એવા બે ઘોડા ‘રોયલ’ અને ‘ડોલર’ની પ્રતિમાઓ મુકાવી હતી.
કેટલાક પ્રજાકીય કાર્યો અને સુવિધાઓમાં મોરબી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સ્ટેટ હતું. જેમકે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન વાઘજી મહારાજ લાવ્યા હતા. એ પછી ૧૮૮૦-૮૧ ના સમયમાં ઇલેક્ટ્રીસિટી અને ટેલિફોન તેમણે ફિટ કરાવ્યા હતા. ફોર્ડની જગવિખ્યાત ગણાતી મોટરકાર લાવનાર તેઓ પ્રથમ હતા. શિક્ષણનો પ્રચાર વધે એ માટે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું છાપખાનું તેમણે શરૂ કરાવ્યું હતું. ૧૮૭૮ માં મોરબીમાં ‘આર્ય સુબોધ નાટક કંપની’ સ્થપાઈ હતી, જે મનોરંજનની દિશામાં પ્રથમ પગલું હતું. વાઘજી મહારાજે પોતાની પ્રિયતમા મણિબાની યાદમાં ૧૯૦૩ માં મણિમંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જોકે ૩૦ લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ મહેલ પૂરો થતો વાઘજી મહારાજ જોઈ શક્યા ન હતા. તેમના પછી સત્તા પર આવેલા લખદિના શાસનમાં મહેલનું બાંધકામ પુરું થયું હતું.