મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા કોરોના ના કેસો અતિશય પ્રમાણ વધી રહ્યા હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કરવાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જેમાં આજે પણ કોરોના ના કેસો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો .
આજે મોરબી જિલ્લામાં માત્ર 33 કેસ નોંધાયા હતા અને 864 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.નોંધાયેલા કેસ માં સૌથી વધુ મોરબી શહેરી વિસ્તારમાં 22 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 08 કેસ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 01 કેસ અને માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 02 કેસ નોંધાયા હતા.અને વાંકાનેર અને હળવદ તાલુકા ના લોકો એ આજે રાહત નો શ્વાસ લીધો હતો .
કેસ ઘટતા રાહત પરંતુ હળવદ ના વૃદ્ધ નું કોરોના ના કારણે મોત
મોરબી જિલ્લા માં આજે માત્ર 33 કેસ જ આવ્યા છે જે રાહત આપતો આંકડો છે પણ સાથે સાથે મોરબી ના હળવદ ગ્રામ્ય વિસ્તાર ના 78 વર્ષીય પુરુસ નું કોરોના ના કારણે મોત થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દર્દી ને કોરોના ની સાથે તેઓને બી.પી. (હાઇપર ટેન્શન)
કિડની ની બીમારી,હદય રોગ ની તકલીફ,હદય ની બાય પાસ સર્જરી,COPD (ફેફસાની લાંબા સમયની બીમારી)
જેવી ગંભીર બીમારી ઓ હતી.
વધુમાં આજે મોરબી જિલ્લામાં 102 જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી 92 દર્દીઓ વાંકાનેરમાં થી 05 દર્દીઓ હળવદ માંથી 01 ટંકારા માંથી 01 અને માળિયામાં થી 03 જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા જેથી મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1101 થવા પામ્યો છે.