મહિકા ગામે વિજ શોક લાગતા પીજીવીસીએલ કર્મચારીનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૫નાં રોજ વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે વાડી વિસ્તારમાં પીજીવીસીએલનાં કામે વીજ પોલ પર કામ કરતી વખતે અચાનક ઈલેક્ટ્રિક શોક લાગતાં મહેન્દ્રસિંહ પ્રેમજીભાઈ રાવતનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સિરામિક કારખાનામાં પતરાનાં સેડ પરથી પડી જતાં આધેડનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ જામનગરના જોડીયા તાલુકાનાં વતની અને હાલ મોરબી ઘુનડા રોડ પર રહેતા રમેશભાઈ કરશનભાઈ વરસડા (ઉ.વ.૪૭) ગત તા. ૨૨નાં રોજ સરતાનપર રોડ પર આવેલ રેસેરા સીરામીકમાં સિમેન્ટના પતરાનાં સેડમાં કામ કરતાં હોય દરમ્યાન નીચે પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ચક્કર આવતાં પડી જતાં વૃદ્ધનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનાં રામચોક ખાતે રહેતા પ્રધ્યુમનભાઈ ગીરજાશંકર યાજ્ઞિક (ઉ.વ.૭૨) વાળા ગઈકાલે પોતાના ઘરે ચક્કર આવતાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.