Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવો

વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવો

વાંકાનેર : વઘાસીયા ગામે કારખાનામાં સીરામીક મશીનમાં આવી જતાં સગીરનું મોત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામે ન્યુ વર્ધમાન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતો ગણેશ મહાદેવભાઈ ભીલ (ઉં.વ.૧૬) નામનો સગીર ગઈકાલે તા. ૨૨નાં રોજ કારખાનામાં સીરામીક મશીનનાં કન્વેયર બેલ્ટમાં આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : બાવળના ઝાડ પર ગળેફાંસો ખાઈ યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં છતર ગામે રહી મજુરી કામ કરતા સાયરભાઈ ગીરધરભાઈ પરમાર (ઉ.વ.૨૬) એ ગઈકાલે તા. ૨૨નાં રોજ છતર ગામની સીમમાં મિતાણા જતાં જુના માર્ગ ઉપર બાવળના ઝાડ સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા : હરબટીયાળી ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

ગઈકાલે તા. ૨૨ નાં રોજ ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે જાશ્મીનબેન હનીફભાઈ શાહમદાર (ઉં.વ.૧૮) નામની યુવતી પંખા સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવતી જીદ્દી તથા ક્રોધી સ્વભાવની હોય સામાન્ય બાબતમાં કુટુંબીજનો સાથે બોલાચાલી થતાં લાગણીમાં આવી ક્રોધે ભરાઇને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!