Friday, January 10, 2025
HomeGujaratમાળીયા(મી): બે ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

માળીયા(મી): બે ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

માળીયા(મી)ના સોનગઢ ગામે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં પીપળીયા ચાર રસ્તાથી માળીયા આવતા ટ્રકને રાજસ્થાન આરટીઓ પાસિંગ ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ગફલત ભરી રીતે ચલાવી ઠોકર મારતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવમાં મરણ ગયેલ ટ્રક ચાલકના પિતરાઈ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સામેવાળા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર રાજ્સ્થાન રાજ્યના જાંદુઓ કી ઢાણી,ગ્રામ પંચાયત લીલાલા તા.બાયતુ જી.બાલોત્રાના વતની દીપારામ ભીખારામ ચૌધરી ઉવ.૩૬ એ ટ્રક રજી.આરજે-૦૬-જીડી-૬૪૪૮ના ચાલક દેવરાજદેવકરણ ગાડરી ઉવ.૨૦ રહે-રધુરાજપુરાતા-શાહપુરા જિ-ભીલવાડા રાજસ્થાન વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૪/૦૧ ના રોજ ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક રજી.નં-આરજે-૦૬-જીડી-૬૪૪૮ પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મરણ જનાર અણંદારામ મુકનારામ ચૌધરીના ટ્રક નં-જીજે-૧૨-બીવાય-૮૦૧૪ને ઠોકર મારતા તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા માળીયા(મી) સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લઇ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા મરણ જનારના પિતરાઈ દીપારામ ચૌધરીન ફરિયાદના આધારે સામેવાળા ટ્રકના ચાલકની અટક કરી આગળની જયદેસવારની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!