Thursday, December 26, 2024
HomeGujaratમાળિયા : મોટીબરાર ગામ પાસે બે આઈશર ટ્રક વચ્ચે અકસ્માત, બંને ચાલકોના...

માળિયા : મોટીબરાર ગામ પાસે બે આઈશર ટ્રક વચ્ચે અકસ્માત, બંને ચાલકોના મોત

અકસ્માતનાં આ બનાવની માળીયા(મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના મોટી બરાર ગામ પાસે ગઈકાલે તા. ૧૧નાં રોજ સવારે સમયે રસુલભાઈ દાઉદભાઈ કણજા પોતાની માલિકીનો આઈશર ટ્રક નં. જીજે-૦૧-એચટી-૬૨૧૪ લઈને પીપળીયા ચાર રસ્તાથી માળીયા તરફ આવતા હતાં ત્યારે આઈશર ટ્રક નં.જીજે-૦૬-ઝેડ-૯૪૨૫નો ડ્રાઈવર પોતાનું આઈશર ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે સામેથી રોંગ સાઈડમાં આવતાં બંને ટ્રક સામસામાં અથડાયા હતાં. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થવાથી આઇસર ટ્રક નં. જીજે-૦૬-ઝેડ-૯૪૨૫ નાં ચાલકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ કણજા (ઉ.વ.૫૪)ને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ રસુલભાઈ દાઉદભાઈ કણજાનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માતનાં આ બનાવ અંગે ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલ રસુલભાઈ દાઉદભાઈ કણજાના સાળા અકબર હાસમ ફૂલધારા (રહે.અમદાવાદ) વાળાએ આઈશર ટ્રક નં. જીજે-૦૬-ઝેડ-૯૪૨૫નાં મૃતક ડ્રાયવર વિરુદ્ધ માળિયા(મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!