Friday, May 3, 2024
HomeGujaratમોરબી : લખધીરપુર રોડ પર સીરામીક કારખાનામાં લોડર ચાલકે ૨ બાળકોને હડફેટે...

મોરબી : લખધીરપુર રોડ પર સીરામીક કારખાનામાં લોડર ચાલકે ૨ બાળકોને હડફેટે લેતાં એકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ એમપીનાં જાંબુઆ જિલ્લાના વતની અને હાલ લગધીરપુર રોડ પર મેટ્રો સીરામીકની મજુર ઓરડીમાં રહી છુટક મજુરી કામ કરતાં રાજુભાઈ જીવલાભાઈ ભુરીયા (ઉ.વ.૩૭) એ લોડર ડ્રાઈવર પ્રકાશ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૧નાં રોજ રાત્રીનાં સવા બાર સાડા બાર વાગ્યાનાં અરસામાં રાજુભાઈ જીવલાભાઈ ભુરીયા (ઉ.વ.૩૭) અને બંને દીકરા ગોપાલ (ઉ.વ.૧૦) તથા પવનકુમાર (ઉ.વ.૪) અને બીજા માણસો એમ બધા મેટ્રો સિરામિકમાં માટી ખાતાના ખુલ્લા ગ્રાઉન્ડમાં સુતા હતા દરમ્યાન જોન ડીયર લોડરના ડ્રાઈવરે પોતાનું લોડર બેદરકારીથી ફૂલ સ્પીડમાં રીવર્સ ચલાવી લોડરના પાછળના વ્હીલમાં ગોપાલ (ઉ.વ.૧૦) અને પવનકુમાર (ઉ.વ.૪) ને હડફેટે લેતા ગોપાલ (ઉ.વ.૧૦) ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ થયું હતું તો પવનકુમારને ગંભીર ઈજા થઇ હતી. અકસ્માત સર્જી લોડર ચાલક પોતાનું લોડર મૂકી નાશી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!