Friday, December 27, 2024
HomeGujaratમાળીયા (મી.) : ધાડના ગુન્હામાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળીયા (મી.) : ધાડના ગુન્હામાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી.જી.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ માળીયા (મી.) પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો આજરોજ ભીમસર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન પરપ્રાંતીય બસોમા ખેતમજુરી કામે આવતા ખેતમજુરો ચેક કરતા હોય જે દરમ્યાન બસમાંથી ઉતરેલ મધ્યપ્રદેશ રાજ્યના મજુરો પૈકી એક ઇસમ શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરી તેના નામ સરનામાની ખરાઇ કરતા માળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડનાં ગુનાનો નાસતો ફરતો આરોપી હોવાનું જાણવા મળતા પોલીસે રાજુભાઇ ઉર્ફે જીવણ તોલસીંગ ગામડ (ઉ.વ-૪૩ ધંધો ખેતીમજુરી રહે-મચ્છલીયા ગામ નાકાફળીયા પો.સ્ટ-કાલીદેવી જી-ઝાબુઆ(મધ્યપ્રદેશ)) વાળાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.એસ.આઇ કનુભા રાણાભા, પો.હેડ.કોન્સ શેખાભાઇ મોરી, અજીતસિંહ પરમાર, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!