Thursday, May 2, 2024
HomeGujaratટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી...

ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પીઆઈ વી.બી.જાડેજાને સુચના આપતા એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનનાં કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપી ટીકમારામ ગોપારામ મેઘવાલ (ઉ.વ.૨૯ રહે.અકોરા ગામ પોસ્ટ. અકોરા થાણુ- તા.ચોહટન જી. બાડમેર રાજસ્થાન) વાળાને માળીયા ભીમસર ચોકડી ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા,સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા, પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!