Thursday, January 23, 2025
HomeGujaratમાળીયા (મી.) : મોટા દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો રૂ.૪,૩૮ લાખનો...

માળીયા (મી.) : મોટા દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલો રૂ.૪,૩૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન એલસીબી ટીમના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને ખાનગીરાહે બાતમી મળેલ કે માળિયા મી. તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં અજયસિંહ ભાવુભા જાડેજાએ દશુભા સુખુભા જાડેજાની કબ્જા ભોગવાટા વાળા ખેતરમાં જમીનમાં ટાંકો બનાવીને તેમાં વિદેશી દારૂની બોટલ છુપાવેલ હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૮૮ કિંમત રૂ.૪,૩૮,૩૦૦/- નો મુદામાલ કબજે કરી બે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી.) પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ કલોતરા, પૃથ્વીરાજસિહ જાડેજા,પો.કોન્સ. નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, આશીફભાઈ ચાણક્ય,પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!