Sunday, December 22, 2024
HomeGujaratમાળીયા(મી.) પોલીસે ગુનો કબુલ ક૨વા થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કરતા પોલીસ વિરુદ્ધ નોંધાઈ...

માળીયા(મી.) પોલીસે ગુનો કબુલ ક૨વા થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કરતા પોલીસ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

માળીયા મીયાણાના મોટા દહીંસરા ખાતે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલાએ ક્રીપાલસિંહ વિશુભા જાડેજા ઉપર અગાઉ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા બાબતે આરોપીએ મોટા દહીંસરા ગામે જાગનાથ મહાદેવના મંદીર પાસે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી જપાજપી કરી છરી વતી જમણા હાથમા સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગત તા.૪-૯-૨૩ ના રોજ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. તેમજ ક્રોસ ફરીયાદમાં પોલીસે કર્મરાજસિંહની અટકાયત કરી હતી. અને તેની પાસેથી ગુન્હાની કબૂલાત કરાવવા થર્ડ ડિગ્રીનો ઉપીયોગ કર્યો હતો. ત્યારે પોલીસે ગેરકાયદેસર માર મારતા કર્મરાજસિંહને માળીયાની અદાલતમાં ગત તા.૫-૯-૨૩ ના રોજ રજુ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

માળીયા પોલીસ મથકના પોલીસ કર્મી વિપુલ ડાંગર તથા રતીલાલે પોલીસ સ્ટેશનમાં કાયદો હાથમા લઈને વિના કારણે લાકડી વતી કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલાને માર મારતા માળીયા નામદાર કોર્ટ સમક્ષ કર્મરાજસિહના બાહોશ એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઈ) નંદાસણાએ ફરીયાદ કરતા નામદાર કોર્ટના જજ એ.કે.સિંધએ ફરીયાદના આધારે નિવેદન નોંધી તાકીદની અસરથી કર્મરાજસિંહને માળીયા સરકારી દવાખાને સારવાર સબબ તથા ડોકટર સમક્ષ શારીરીક તપાસણીના અર્થે મોકલી આપવા હુકમ કર્યો હતો. અને મેડીકલ રીપોર્ટ તાત્કાલીક માળીયાની કોર્ટમા જમા કરાવા આદેશ કર્યો હતો.
તેમજ પોલીસ કર્મી વિપુલ ડાંગર તથા રતીલાલ સામે માર મારવાની ફરીયાદ નામદાર કોર્ટમાં થતા પોલીસ બેડામાં પણ આ કેસને લઇને ચકચાર મચી જવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!