Monday, May 20, 2024
HomeGujaratહિટ એન્ડ રન : વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રકે કારને હડફેટે લેતા ચાર...

હિટ એન્ડ રન : વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રકે કારને હડફેટે લેતા ચાર ઈજાગ્રસ્ત

મોરીબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે કારને પાછળથી ઠોકર મારતા કારમાં સવાર એક જ પરિવારના ચાર શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અફરીયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં લગ્ધીરનગર(નવાગામ) ગામે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા નામના યુવક પોતાની પત્ની સવિતાબેન, દિકરા દેવ તથા સિધ્ધાંત સાથે પોતાની જી.જે.૩૬ આર.૩૨૧૨ નંબરની હુન્ડાઈ કંપનીની ફોરવ્હીલ વેન્યુ ગાડીમાં જતા હોય તે વખતે જી.જે.૧૨ બી.ટી.૭૯૩૦ નંબરના ટ્રક કંટેનરનાં ચાલકે પોતાના હવાલા વાળુ કન્ટેનર પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરિયાદીની ફોરવ્હીલ ગાડીની પાછળ ભટકાડી અકસ્માત કરી ફરિયાદીને જમણા હાથના કાંડા પાસે તથા ફરિયાદીના દિકરા દેવને જમણા પગે ફેકચર જેવી તેમજ સવિતાબેનને તથા સિધ્ધાંતને મુંઢ ઇજા પહોચાડી ફોરવ્હીલ ગાડીમા નુકશાન કરી નાશી જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અફરીયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!