Wednesday, January 15, 2025
HomeGujaratમાળીયા મીં. વિસ્તારમાં ફરી ડીઝલ ઓઇલ ચોરી ઝડપાઈ:૨૫.૬૪ લાખના મુદ્દામાલ સાથે એકની...

માળીયા મીં. વિસ્તારમાં ફરી ડીઝલ ઓઇલ ચોરી ઝડપાઈ:૨૫.૬૪ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

માળીયા મીં.ના જશાપર ગામ ખાતેથી માળીયા મીં. પોલીસની ટીમે એક શખ્સને રહેલ ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલ પરના ટેંકર ઉપર લગાવેલ લોક ખોલી લાઇટ ડીઝલ ઓઇલમાં ઘાલમેલ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

માટી માહિતી અનુસાર, માળીયા મીં.ના જશાપર ગામ ખાતે રહેતા અને ડ્રાઇવીંગનું કામ કરતા સાગરભાઇ માવજીભાઇ ડાંગર નામના યુવકે પોતાના અંગત ફાયદા માટે ગેર કાયદેર રીતે ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલ ટેંકર ઉપર લગાવેલ લોક ખોલી ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે કેરબામાં કાઢી ગુન્હાહિત વિશ્વાસઘાત કરી ગેર કાયદેસર ડીંઝલનો જથ્થો કાઢતા GJ-12-BT-8381 નંબરના રૂ. ૧૦,૦૦,૦૦૦/-ના ટાટા કંપનીના ૩૧૧૮ મોડલના ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ રૂ.૧૫,૬૦,૦૦૦/-ના આશરે ૨૪,૦૦૦/- લીટર લાઇટ ડીઝલ ઓઇલ તથા ટેંકરમાંથી કાઢેલ રૂ.૨૬૦૦/-ના આશરે ૪૦ લીટર લાઇટ ડીઝલ ઓઇલ તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કૂલ રૂ.૨૫,૬૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા માળીયા મીં. પોલીસની ટીમે તેની પૂછપરછ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!