માળીયા મિયાણા ગામે રહેતા અને ફરસાણનો વ્યવસાય કરી માળીયા માં જ રહેતા નિરંજન કેશવલાલ જોશી તેમજ તેના પુત્રો મનોજ નિરંજન જોશી,પ્રદીપ નિરંજન જોશી અને જનક નિરંજન જોશી પર રીક્ષા હટાવવા બાબતે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ દરબાર ગઢ નજીક સામાન્ય બોલાચાલી કર્યા બાદ રીક્ષા ચાલક સહિતના વ્યક્તિઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો જેના લીધે નિરંજન ભાઈ તેમજ ત્રણ પુત્રો ઇજાગ્રસ્ત થયા હતાં જેમાં ચારેય પિતા પુત્રોને પ્રથમ માળીયા બાદમાં વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે અન્ય એક વ્યક્તિ પ્રદીપ નિરંજન જોશીને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં આ બનાવની જાણ થતાં માળીયા મિયાણા પોલીસ મથકને જાણ થતાં પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયા સહિતનો કાફલો પહોચી ગયો હતો અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે આ બનાવમાં નિરંજન કેશવભાઈ જોશી ને માથાના ભાગે ચાર ટાંકા ,મનોજ નિરંજનભાઈ જોશી ને માથામાં પાંચ ટાકા , જનક નીરંજનભાઈ જોશી ને માથાના ભાગે ત્રણ ટાંકા તેમજ પ્રદીપ નિરંજન ભાઈ જોશીને વધુ ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો,બ્રહ્મસમાજ ના આગેવાનો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ પહોંચી ગયા હતા અને આવારા તત્વોને ત્વરિત પકડી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી આ બનાવમાં માળીયા પોલીસે સોકત અલી ,અલારખા અને અંજીયાસરનો રીક્ષાવાળા વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયાએ હાથ ધરી છે.