Friday, March 29, 2024
HomeNewsTankaraમોરબી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જામી છે ત્યારે ટંકારામાં બે કલાકમાં સાત ઈંચ...

મોરબી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જામી છે ત્યારે ટંકારામાં બે કલાકમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો જેના લીધે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર અલર્ટ થઈ ગયું છે

મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી તો ટંકારા તાલુકામાં રાત્રીમાં 8 થી 10 વાગ્યા સુધીમાં 7 ઊંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે નદી નાળાઓમાં પર પાણી ફરી વળતા હતા તો ટંકારા સર્કિર્ટ હાઉસ ખાતે આવેલ નાગરિક પુરવઠા નિગમમાં 8 લોકો ફસાયા જેની જાણ તંત્રને કરવામાં આવતા મામલતદાર સી બી નિનામાં, પીએસઆઇ એ વી ગોંડલીયા સહિતની ટિમ દોડી ગઈ હતી અને તમામ 8 લોકોને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા તો મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમા પાણી ભરાયા, તેમજ ટંકારા અમરાપર વચ્ચે આવેલ વોકળા પર પાણી ફરી વળતા અમરાપર, ટોળ સહિતના ગામો વચ્ચેનો ટંકારનો સંપર્ક તૂટ્યો હતો.હાલમાં ટંકારા તાલુકામાં જનજીવન સામાન્ય બન્યું છે અને ટંકારા શહેરમાં પાણી ભરાયુ ન હોવાની વાત મામાલદારે જણાવ્યું હતું અને જો કોઈ ફરિયાદ આવશે તો તુરંત કામગીરી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!