માળીયા મિયાણા માં કચ્છ હાઈવે બ્લોક થતાં હોટેલના સંચાલકો પણ મદદ માટે આગળ આવ્યા
જેમાં માળીયા મિયાણા માં મચ્છુ 02 ડેમના દરવાજા ખોલવામાં. આવત્તા ભારે પાણી ની. આવક થઈ હતી જેના લીધે કચ્છ હાઈવે બ્લોક થતા ટ્રાફિક જામ સર્જાયો હતો તો માળીયા જવાનો રસ્તો પણ બંધ થઈ જતા તંત્ર નો કન્ટ્રોલ રૂમ અને પોલીસમથક પણ જુદું પડી ગયું હતું તેવામાં માળીયા હળવદ હાઈવે પર આવેલી જી કે હોટેલ સંચાલક રાજુભાઈ બાવરવા,શીતલ પટેલ અને અરવિંદ ભાઈ,હર્ષિતભાઈ પટેલે પણ પોતાની હોટેલના પટાંગણ ને જ તંત્રને સોંપી દીધી હતી અને અધિકારીઓ માટેની કન્ટ્રોલ રૂમની સહિતની સુવિધાઓ કરી આપી હતી.
જેમાં માળીયા પ્રાંત અધિકારી ગંગા સિંઘ સહિતની ટીમે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો હતો અને પોલીસ તંત્ર પણ જી કે હોટેલથી તમામ તંત્રની માહિતી મેળવી રહી હતી એટલું જ નહીં ફસાયેલા લોકો માટે પણ જીકે હોટેલ ના સંચાલકો દ્વારા ચા પાણી ની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હત્તી જો કે આવા સમયમાં જીકે હોટેલના સંચાલકો વ્યાપાર છોડી અને માનવતાં પર ધ્યાન વધુ આપ્યું હતું આ સાથે રાજુભાઈ અને શિતલ ભાઈ,હર્ષિતભાઈ પટેલ ની ટીમે પોલીસને ટ્રાફિક દૂર કરવા પણ મદદ માં આગળ આવ્યા હતા અને પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.