માળીયા મિયાણાંના માણાબા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના દંપતી વચ્ચે થોડા દિવસો પહેલા ઝઘડો થયો હતો જે બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કરીને પત્ની પાસેથી પોતાના માસૂમ પુત્રીની આચકીને ખાટલામાં જોરદાર પટકી હતી જેના લીધે કુમળી વયની બાળાનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને પત્નીએ પોતાના પતિ સામે પુત્રીની હત્યા કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન બી ડાભીએ આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી પોલીસ સંકજામાં લીધો છે.
માળીયા મીંયાણા પોલીસ મથકેથી બનાવની મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હાલ માળીયા મી.ના માણાબા ગામની સીમમાં રહી ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા સગીતાબેન કલમસિંહ ઉર્ફે કમલેશ બાવીયા ઉ.વ.૩૫ એ તેના પતિ કલમશી ઉર્ફે કમલેશ ધુધેસીગ બાવીયા સામે માળીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે ગઈ તા.૨૭ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ ના સમયગાળામાં તેના પતિ પત્ની વચ્ચે થતા અવાર નવાર થતાં ઘર કંકાશ મામલે માથાકૂટ કરી અને ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ તેની પત્ની સંગીત બેનને માથામાં ધોકા મારી ઇજા કરી હતી સાથે જ તેની નાની કુમળી વયની માસુમ દીકરી સવિનાને તેડીને તેના પતિના કમલસિંહના મારથી બચવા ભાગવા જતા તેના પતિ કમલસિંહે સંગીતાના હાથમાંથી તેની દિકરી સવીનાને ખેંચી લઇ ખાટલામા ઘા કરી હતી અને તેના માથામાં ધોકો મારતા ગંભીર ઘાયલ થઈ હતી અને બાદમાં માસુમ બાળાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને શરમીબેનને ધોકો મારી મુંઢ ઇજા કરી હોવાની ફરિયાદ માળિયા મીયાના પોલીસ મથકે નોંધાવી હતી જેમાં માળીયા મીયાણાં પીએસઆઈ એન બી ડાભી સહિતની ટીમે આરોપી પિતા પોતાના વતન જાય એ પહેલા જ દબોચી લીધો હતો અને માસુમ બાળકીની હત્યાના ગુનામાં આરોપી કમલસિંહ ની માળીયા મીયાણા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે માળીયા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપી નરાધમ પિતાને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે