Thursday, March 28, 2024
HomeNewsMorbiમોરબીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત તો ઓનલાઈન જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત તો ઓનલાઈન જુગાર રમતા બે પકડાયા

મોરબી શહેરમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે.
મોરબીના વીસીપરામાં રોહીદાસપરામાં રહેતા 55 વર્ષીય અકબરભાઇ કાસમભાઇ માણાણીએ ગઈકાલે તા. 30ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ આપઘાત કરી લેતા તેઓનું મૃત્યુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીમાં કંડલા બાયપાસ નજીક ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે પકડાયા
મોરબીમાં ગત તા. 30ના રોજ રાત્રે કંડલા બાયપાસ નજીક મારૂતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ ઉર્ફે મિથુન લીલાધરભાઇ કાનાબાર (ઉ.વ. 56) તથા સિકંદર ઉર્ફે સિકલો (ઉ.વ. 37) ફ્લેટમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ક્રીકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા હતા. પોલીસે રૂ. ૧૨૦૦/- રોકડ જપ્ત કરી છે. અને મોબાઈલ સહીત રૂ. ૧૧,૨૦૦/- મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!