માળીયા મિયાણા પોલીસે નેશનલ હાઈ-વે પર થઈ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ને પકડી પાડયા
માળીયા મિયાણા પીએસઆઇ એન બી ડાભી સહિતની ટીમે નેશનલ હાઈ-વે રોડ પર આવેલ હોનેસ્ટ હોટલ પાસે ચેક પોસ્ટ પર ઇક્કો ગાડી નં જી-જે-૩૬-એલ-૮૬૭૨ ને રોકી તપાસ કરતા તેમાંથી કોઈ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ ૭૦, કિ.રૂ. ૨૧,૦૦૦/- મળી આવતા કારમાં સવાર રૂષીરાજસિંહ પ્રધ્યુમનસિંહ પરમાર ઉ.વ. ૧૯, ધંધો મજુરી, રહે. મોરબી, મુળ રહે વવાણીયા, તા. માળીયામી.તથા બિલાલભાઇ હુશેનભાઇ કચ્ચા ઉ.વ. ૨૩, ધંધો મજુરી, રહે મીયાણાવાસ, વવાણીયાને દારૂનો જથ્થો, કાર અને બે મોબાઈલ મળી કુલ રૂ. 1,77,000નો મુદ્દામાલ કબ્જે કરી
આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે
ટંકારા પોલીસે કલ્યાણપરથી લતીપર રોડ તરફ જતા કાચા રસ્તે કારમાંથી ૫૭ બોટલ સાથે એકને પકડયો
ટંકારા પોલીસે કલ્યાણપર ગામથી ટંકારા-લતીપર રોડ પર સ્વિફ્ટ ડિઝાયર કાર સ્વીફ્ટ ડીઝાયર ગાડી રજી.નં. જી.જે.૧૮.એ.એક્સ.૫૩૯૧ લઈને જતા હાર્દિક પ્રવિણભાઇ બરાસરા ઉ.વ. ૨૩, ઘંઘો મજુરી, રહે. હાલ મોરબી, મુળ રહે. કુંતાશી તા. ને વિદેશી દારૂની ૫૭ બોટલ કિ.રૂ. ૨૨,૮૦૦ સાથે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રામદેવસિંહ ઝાલા રહે. નાના રામપર ગામ પાસેથી લીધો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપી હાર્દિક પ્રવીણભાઈ બરાસરાં વિરુદ્ધ ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ. ૧.૦૨.૮૦૦ ના મુદામાલ ધરપકડ કરી રામદેવ સિંહ ઝાલાની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.