Thursday, January 23, 2025
HomeGujaratમાળીયા મિયાણા પોલીસે જુગાર રમતા પાંચ ઈસમોની એક લાખની રોકડ સાથે ધરપકડ...

માળીયા મિયાણા પોલીસે જુગાર રમતા પાંચ ઈસમોની એક લાખની રોકડ સાથે ધરપકડ કરી

મોરબી એસપી એસ.આર.ઓડેદરા ની સૂચના હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સીપીઆઈ આઈ.એમ.કોંઢિયા ની સૂચનાથી માળીયા મિયાણા નવનિયુક્ત પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો કાર્યરત  હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે માળીયા (મી.) ના સરવડ ગામ સ્વામિનારાયણ મંદીર વાળી શેરી મા આવેલ વળાંકમા આવેલ ખુલ્લી જગ્યા મા લાઇટ ના અંજવાળું કરી આરોપીઓ જુગાર રમતા પકડી પડવામા આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પોલીસે આ દરોડા દરમ્યાન દહમતભાઇ રતીલાલભાઇ લોદરીયા (ઉવ ૩૨, ધંધો ખેતી, રહે. ઉમીયાનગર સરવડ તા. માળીયા), પ્રાણજીવનભાઇ હીરજીભાઇ ધવરમગામા (ઉવ ૪૫, ધંધો ખેતી, રહે. સરવડ તા માળીયા મી.), રાજેસભાઇ મકનભાઇ મહાલીયા (ઉવ ૨૮, ધંધો ડ્રાઇવીંગ, રહે. વર્ષામેડી તા માળીયા મી.), રમેશભાઇ અમરશીભાઇ ઠોરીયા (ઉવ ૪૭, ધંધો ખેતી, રહે. મહેન્દ્રગઢ ફગસીયા તા માળીયા મી.), નવીનભાઇ શાંતીભાઇ સડૈવા (ઉવ ૨૬, ધંધો ખેતી, રહે. સરવડ તા. માળીયા મી.) વાળાને રોકડા રૂપીયા-૧,૦૩,૧૦૦/- સાથે ધરપકડ કરી હતી આ જુગાર ના દરોડામાં માળીયા મી.પીએસઆઇ એન એચ ચુડાસમાં તથા પો.હડે કોન્સ. વિપુલભાઈ ફુલતરીયા, વિજયદાન ગઢવી તથા પો.કોન્સ. જયદેવસિંહ ઝાલા, શૈલેષભાઇ હૈણ ,યુવરાજસિંહ જાડેજા, સહિતનાઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!