Friday, December 27, 2024
HomeGujaratથર્ટી ફર્સ્ટની પાર્ટીમાં પિરશાઇ તે પહેલાં 468 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરતી...

થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં પિરશાઇ તે પહેલાં 468 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરતી માળીયા(મી) પોલીસ

મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. જેની સામે પોલીસે પણ ચપળતા દાખવી રહી છે. ત્યારે માળીયા મીયાણા નેશનલ હાઇવે પરથી પોલીસે કારમાંથી 468 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તાપસ આગળ ધપાવી છે. સતર્કતાથી દારૂનો જંગી જથ્થો ઝડપી પડી મોરબીના નવનિયુક્ત dysp અતુલકુમાર બંસલ એ મોરબી ના પ્યાસીઓ ની ઉજવણી થાય એ પહેલાં જ મોકૂફ કરવી દીધી છે .Ki

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા માં 31 ડિસેમ્બર ને લઈને ઠેર ઠેર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેને પગલે માળીયા (મી) નજીક મોરબી પોલીસ નો સ્ટાફ dysp અતુલકુમાર બંસલ અને એસઓજી પીઆઇ જે એમ આલ ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન દારૂ અંગે ખાનગી બાતમી મળી હતી.માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમીને આધારે માળીયા નેશનલ હાઇવે પર કારમાં વિદેશીદારૂની હેરાફેરી કરતા આરોપી ફેઝલ મહેમુદભાઇ શેખ (ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે હાલ- નર્મદા હોલની બાજુમા, કાલીકા પ્લોટ મોરબી, મુળ રહે. જામનગર) વાળાને પોલીસે વિદેશી દારૂની મેકડોવલ્સ નં -૧ બ્રાન્ડની -૩૬૦ બોટલ કિ.રૂ .૧,૩૫,૦૦૦ તથા રોયલ ચેલેન્જ બ્રાન્ડની નંગ -૧૦૮ બોટલ કિ.રૂ .૫૪,૦૦૦ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી વસીમ યુનુસ પલેજા (રહે – કાન્તીનગર વસુંધરા હોટલ પાછળ મોરબી)નું નામ ખુલતા પોલીસે દારૂનો જથ્થો, હુન્ડાઇ કંપનીનો ક્રેટાકાર નં- GJ – 36 – AC – 5155 ની કિમત રૂપીયા ૧૫,૦૦,૦૦૦ સેમસંગ કંપનીનો ( 21S મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ. – ૪,૦૦૦ સહિતનો કુલ 16.93 લાખ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી દરમિયાન પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહિતના હાજર રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!