મોરબી કચ્છ હાઈવે ધીમી ધારે શરૂ કરાયો : પોલીસની આઠ કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર મોડી રાત્રીએ શરૂ કરાયો
મોરબી મચ્છુ ડેમના 32 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવતા માળીયા મિયાણાના છેવાડાના વિસ્તારમાં પાણી ભરાયા હતતા જેમાં ધીમી ધારે પાણીનો પ્રવાહ વધતો ગયો હતો અને લોકો ફસાવવા ના સમાચાર આવતા હતા ત્યારે કચ્છ ને જોડતો મહ્ત્વનો ધોરિમાર્ગ પાણીમાં ગરકાવ થતતા અમદાવાદ ભરૂચ સુરેન્દ્રનગર અને કચ્છ તરફથી આવત્તા વાહનોની 40 કિમિ લાંબી લાઈનો લાગી હતી જો કે માળીયા મિયાણા પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયા ,પોલીસકર્મીઓ જ્યુભા ઝાલા,જનકસિંહ સહિતના કચ્છ હાઈવે પર અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કડક સુરક્ષા ગોઠવી દીધી હતી કો કે જેના લીધે જીલ્લા વહીવટી તંત્ર ની પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા જો કે માળીયા હાઇવે નજીક આવેલ જી કે હોટેલ પર પ્રાંત અધિકારી ગંગા સિંઘ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હતો જેમાં પ્રથમ માળીયા નજીક 20 લોકો ફસાયા હતા જેઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તો બીજી બાજુ ચીખલી ગામમાં પણ 40 લોકો ફસાયા હતા જેને NDRF ની ટીમેં મહામહેનતે બચાવ્યા હતા બનાવની જાણ થતાં બાદમાં મોરબી જીલ્લા કલેક્ટર ડોકિયું કરવા માટે આવીને જતા રહ્યા હતતા જો કે આ વાતની જાણ થતાની સાથે જ મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ અને માળીયા મિયાણા પોલીસ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો જેમાં ટીટોડી વાંઢમાં 40 લોકો ફસાયા હોવાની જાણ થતાં તેઓને પણ પોલીસ ને NDRF ની ટીમેં રેસ્કયુ કરી બચાવી લીધા હતા મોરબી પોલીસવડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ પીએસઆઈ આર પી ટાપરિયા સહિતની ટીમ ખડેપગે રહી હતીઅને નવ કલાકની મહેનત બાદ 11 30 વાગ્યે પ્રથમ મોટા વાહનો અને ધીમે ધીમે નાનાં વાહનો શરૂ કર્યા હતા અને રોડ એક બાજુ ધોવાઈ જતા મોડી રાત્રીના એક બાજુ વાહનો ની અવર જવર સાવચેતી પૂર્વક શરૂ કરાઇ હતી ત્યારે બપોરના બી વાગ્યાના ફસાયેલા હજારો વાહન ચાલકો પોતાના ઘર તરફ મીટ માંડી રહ્યા હતા
35 કિમિ લાંબી લાઈનો લાગતા મુસાફરો અને વાંહન ચાલકો ફસાઈ ગયા
કચ્છ તરફનો રસ્તો બંધ થતાં લોકો હેરાન થઈ ગયા હતા જેના લીધે મોરબી ના ભરતનગર એટલે કે 35 કિમિ સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા તો કચ્છ તરફ સુરજબારી પુલ અને હળવદ તરફ અણીયારી ટોલનાકા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેના લીધે લોકો પણ ભૂખ્યા તરસ્યા કંટાળી ગયા હતતા જેની પોલીસે તમામ લોકોની ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી તો બીજી બાજુ કોરોના બાદ પ્રથમ વખત હાઈવે ની હોટેલો ધમધમી ઉઠી હતી હાલ મોરબી પોલીસે ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આને ગણતરી ની કલાકોમાં જ રસ્તો શરૂ કરી દેતા લોકોમાં ખુશી વ્યાપી છે.