Wednesday, October 30, 2024
HomeGujaratમાળીયા(મી.) : મોટા દહીસરા ગામેથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

માળીયા(મી.) : મોટા દહીસરા ગામેથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

ખેતરમાં ભોય ટાંકામાં છુપાવ્યો હતો દારૂ : પોલીસે જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ તથા ટ્રેકટર ટ્રોલી કબ્જે કરી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાએ મોરબી જીલ્લામાં પ્રોહિ. ની બદી સદંતર નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બી. જી. સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ માળીયા(મી.) પીએસઆઇ એન.એચ ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મોટા દહીંસરા વિવેકાનંદનગરની રેલ્વે ફાટકની બાજુમાં આવેલ કુભાતરના રસ્તે આવેલ ખેતરમાં દરોડો પાડતા ખેતરમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ ભોય ટાંકામાંથી વિદેશી દારૂ કાઢી હેરાફેરી કરતા કુલદીપસિંહ સુખુભા જાડેજા (ઉ.વ.૨૦ રહે. મોટા દહિંસરા), રવિરાજસિંહ જગતસિંહ જાડેજા (રહે.મોટા દહિસરા) , જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, (રહે.મોટા દહિસરા) નામના આરોપીઓને ૧૦૮ બોટલ વિદેશીદારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ કેસમાં જલ્પેશભાઇ વિનોદભાઇ ખાખી (રહે.મોરબી નવલખી રોડ) વાળાનું નામ ખુલતા હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ ૧૦૮ (કિં.રૂ.૩૩,૩૦૦/-) તથા મહિન્દ્રા ટ્રેકટર તથા ટ્રોલી (કિં.રૂ.૨,૫૦,૦૦૦/-) કબજે કર્યા છે.

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, પો.હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, હિતેશભાઇ મકવાણા, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!