Saturday, January 4, 2025
HomeGujaratમોરબીના હળવદ રોડ પરથી 17 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: એકનું...

મોરબીના હળવદ રોડ પરથી 17 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: એકનું નામ ખુલ્યું

મોરબી હળવદ રોડ પર આવેલ ઠાકર ગાર્ડન હોટલ નજીક રોડ પરથી 17 બોટલ દારૂ,વહીસ્કીની બોટલ સાથે એક આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મરોબીના ઘુટુ રોડ પર આવેલ હરીઓમ પાર્કમાં રહેતો આરોપી વિવેકભાઇ ઇશ્વરભાઇ ત્રેટીયા નામનો ૨૨ વર્ષીય શખ્સ ઠાકર ગાર્ડન હોટલ નજીક અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની મેક્ડોવેલ્સ નંબર -૧ની બોટલ નંગ -૦૫ કિંરૂ .૧૮૭૫ તથા રેડ લેબલ ઝોની વોકર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ -૧૨ કિ.રૂ .૨૪૦૦૦ તેમજ બેલેટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની નંગ -૦૨ કિ.રૂ .૪૦૦૦ સહિત કુલ રૂ .૨૯૮૭૫ ને મુદામાલ સાથે દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં અન્ય એક શખ્સ ભાવેશભાઇ નિરૂભાઇ દલવાડી (રહે.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર)નું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમા પોલીસે હેડ કોન્સ્ટેબલ વનરાજભાઇ મુળુભાઇ ચાવડા, દેવશીભાઇ ડુંગરભાઇ મોરી, કોન્સ્ટેબલ ભરતભાઇ આપાભાઇ ખાભરા, ચન્દ્રસીહ કનુભા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!