મોરબીમાં વધુ એક શખ્સ દેશી તમંચા સાથે પકડાયો છે. જેમાં માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસે પુલ નીચેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે પકડી પાડ્યો છે.
રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા ગેર કાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આોજન કરેલ હોય તેમજ મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીએ તે અનુસંધાને સુચના કરેલ જે અન્વયે મોરબી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને ગેર કાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંગે મોરબી એસ.ઓ.જી. પી.એસ.આઇ. એસ.એસ.અંસારી તથા એસ.ઓ.જી. મોરબીના પોલીસ કર્મચારીઓ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબૂત બાંધાનો અને શરીરે ગ્રે કલરનું ટી- શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે અને પગમાં ચપ્પલ પહેરેલ છે. તે પૂલ નીચે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તે હકીકતના આધારે સ્થળ પર રેઇડ કરતા રૂષભ કીરીટભાઇ શાહાવાણીયા (રહે.નવા જકશન રોડ મણીયાર નગર વિંગ નં-૬ બ્લોક નં-૧૦૫ સુરેંદ્રનગર જી.સુરેંદ્રનગર) નામનો ઈસમ રૂ.૫,૦૦૦/-ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.