તાજેતરમાં વાંકાનેર ઘટક-૨ની આંગણવાડીની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ હતું. મેંગોપીપલ પરીવારના મોનાબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ હતું. સેનેટરી પેડની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવારને મળેલ હતી. આ તકે મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, સિડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સુપરવાઈઝર વૈશાલીબેન પટગીર, પુર્ણા કન્સલટન્ટ મયુરભાઈ સોલંકી, ટ્રેનર નીતાબેન, SNK HOD કોમલબેન તથા હેલ્પર બહેનો દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગરમાં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે. ઉપરાંત સંસ્થા દ્વારા “પ્રોજેક્ટ મુસ્કાન” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો ૯૨૭૬૦૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે .