મોરબીમાં આગામી ૧૨ જૂન ના રોજ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે યુગલ પ્રભુતામાં પગલાં પાડશે અને ૨૨ બટુકોનો જનોઈ ધારણ કરશે.
આ આયોજનમાં આચાર્ય પદે શાસ્ત્રી વિમલભાઇ જોષી,શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા, શાસ્ત્રી આશીષભાઈ મહેતા બિરાજી તારીખ ૧૨ જૂન સંવત ૨૦૭૮ જેઠ સુદ ૧૩ ને રવિવારના રોજ યજ્ઞોપવિત અને સમૂહ લગ્નની વિધિ કરાવશે.જેમાં શ્રી ગયાત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી,સમસ્ત બ્રહ્મસમાજ મોરબી,પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી,સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ,પરશુરામ યુવા ગ્રુપ મોરબી,બ્રહ્મપુરી સોસાયટી મોરબી,સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ મોરબી અને સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા સહિતની સહયોગથી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મોરબીના સર્વ બ્રહ્મપરિવારોને સંસ્થાના પ્રમુખ
નરેન્દ્રભાઈ મહેતા અને મહામંત્રી મધુસૂદન ભાઈ ઠાકર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવમાં આવ્યું છે.