Monday, April 20, 2026
HomeGujaratમોરબીના લાતી પ્લોટ-૬માં ગિફ્ટ ફેક્ટરીમાં ભીષણ આગ

મોરબીના લાતી પ્લોટ-૬માં ગિફ્ટ ફેક્ટરીમાં ભીષણ આગ

કલર શોપ વિભાગમાંથી લાગેલી આગ ત્રણ માળ સુધી ફેલાઈ, ફાયર ટીમે જહેમત બાદ કાબૂમાં લીધી.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ વર્લ્ડ ગિફ્ટ ફેક્ટરીમાં બપોરે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની બે ટીમે સમયસર પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે.

મોરબી ફાયર કંટ્રોલ રૂમને બપોરે આશરે ૧૨.૨૪ વાગ્યે લાતી પ્લોટ વિસ્તારના વર્લ્ડ ગિફ્ટ શોપ/ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતા તાત્કાલિક બે ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીના કલર શોપ વિભાગમાં રહેલા કેમિકલ અને હીટિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. આગ ઝડપથી ફેલાઇ જતા ગ્રાઉન્ડ, પ્રથમ અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી અને ખાસ કરીને બીજા માળનો શેડ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગયો હતો.

ઘટના સમયે ફેક્ટરીમાં કામદારો હાજર હતા, પરંતુ આગની જાણ થતા જ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા સદનસીબે જાનહાનિ ટળી હતી. ફેક્ટરીમાં કલરના ડબ્બા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.

ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!